યુએસ-યુરોપ વચ્ચે ટેરિફવોર, એકબીજા પર જંગી ટેરિફ ઝીંકી
યુએસ-યુરોપ વચ્ચે ટેરિફવોર, એકબીજા પર જંગી ટેરિફ ઝીંકી
Blog Article
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપની તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર ટેરિફને વધારીને 25 ટકા કર્યાના ગણતરીના કલાકોમાં યુરોપિયન યુનિયને પણ વળતો પ્રહાર કરીને અમેરિકાની ઇન્ડસ્ટ્રીયલ અને કૃષિ પેદાશો પર નવી ડ્યૂટી લાદવાની જાહેરાત કરી હતી. આમ ટ્રમ્પે ચીન, કેનેડા અને મેક્સિકો પછી હવે યુરોપ સાથે પણ ટેરિફવોર ચાલુ કર્યું છે.
યુરોપને અગાઉથી યુએસની ટેરિફની ધારણા હતી અને અગાઉથી તૈયાર હતું. આ નવા પગલાંથી અમેરિકા અને યુરોપ વચ્ચેના અગાઉથી તણાવપૂર્ણ સંબંધો વધુ ખરાબ થયા છે. યુરોપે અગાઉ જણાવ્યું હતું કે તે ભવિષ્યમાં તેની પોતાની સુરક્ષાની સંભાળ રાખશે અને નાટો પર મદાર રાખશે નહીં.
યુરોપે અમેરિકાની માત્ર સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સ પર જ નહીં, પરંતુ ટેક્સટાઇલ, હોમ એપ્લાયન્સ, કૃષિ, મોટરસાઇકલ, પીનટ બટર અને જીન્સ સહિતની પ્રોડક્ટ્સ પર આશરે 26 અબજ યુરો (28 અબજ ડોલર)ની ટેરિફ લાદી છે. યુરોપની ડ્યૂટીનો હેતુ યુરોપને વધારાનું નુકસાન ઓછું કરીને યુએસ પર દબાણ લાવવાનું છે.
યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું હતું કે અમેરિકા 28 અબજ ડોલરની ટેરિફ લાદી રહ્યું છે ત્યારે અમે 26 અબજ યુરોના વળતા પગલાં લઈ રહ્યાં છે. અમારું દ્રઢપણે માનવું છે કે ભૂરાજકીય અને આર્થિક અનિશ્ચિતતાઓથી ભરેલી દુનિયામાં આપણા અર્થતંત્રોને ટેરિફનો બોજ આપવો અમારા હિતમાં નથી.